ઠેરઠેર કોંગ્રેસના કાર્યકરો-આગેવાનોના દેખાવો – ધરપકડ : 10-12-2016
ઉત્તર ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ વિવિધ વચનો પણ હકીકતમાં ૧૪ વર્ષના મુખ્યમંત્રી તરીકેના અને છેલ્લા ૨.૫ વર્ષના પ્રધાનમંત્રી તરીકે કાર્યકાળમાં એક પણ વચન પાળવામાં આવ્યું નથી અને આ વચનો સમગ્ર દેશમાં જે રીતે ૧૫-૧૫ લાખ દરેકના ખાતામાં જમા થશે, મોંઘવારી ઘટશે, અચ્છે દિન, ખેડૂતોને સ્થિતિ સુધરશે, શિક્ષણ-આરોગ્ય સેવાઓમાં સુધારો થશે આ બધાં વચનો ધીમે ધીમે દેશવાસીઓ માટે ઝુમલા બની ગયા છે અને તે અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાથી મંત્રીઓ તમામ મુલાકાતોમાં ઝુમલા તરીકે સંબોધે છે ત્યારે વડાપ્રધાનશ્રીએ આપેલા જુદા જુદા વચનો ખાસ કરીને ખેડૂતોને પશુપાલકોને અને ઉત્તર ગુજરાતની જનતાને તે બાબતો યાદ કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા ઉત્તર ગુજરાતના આગેવાનો-સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, કાર્યકરોએ જુદા જુદા વિસ્તારોમાં દેખાવો કરીને જાગૃત્તિ કાર્યક્રમ કર્યા હતા. ભાજપ સરકારના ઈશારે કોંગ્રેસપક્ષના ધારાસભ્યો-આગેવાનોની અટકાયત-ધરપકડ કરવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો