ગુજરાતમાં જમીન હડપ કરવા અનુપમ ખેર – નરેન્દ્ર મોદી સમક્ષ મુજરો : 07-12-2016

  • ગુજરાતમાં જમીન હડપ કરવા અનુપમ ખેર – નરેન્દ્ર મોદી સમક્ષ મુજરો કરે છે. – કોંગ્રેસ
  • ભાજપની વિચારધારા અને કોંગ્રેસની દેશભક્તિ માટે જાહેર ચર્ચા કરવા અનુપમ ખેરને ખુલ્લો પડકાર – ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં સોનાની લગડી જેવી જમીનો ફિલ્મ સીટીના નામે હડપ કરવા સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ધંધે લગાડનાર શ્રી અનુપમ ખેર પોતે જ, પોતાને સાચો રાષ્ટ્રભક્ત કહેવડાવવા માટે છેલ્લા એક દશકાથી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ મુજરો કરી રહ્યાં હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સીધો આરોપ મુક્યો છે કે, દેશભરમાં નોટબંધીના કારણે ભારે હાલાકીમાં મુકાયેલી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની મજાક ઉડાવી પ્રધાનમંત્રીની વાહ..વાહ કરનાર શ્રી અનુપમ ખેર જેવા જ મોદી ભક્તો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note