ભાજપ સરકારની પ્રજાને ઝટકા આપતી ઊર્જા નીતિમાં સરકારી વીજમથકોનાં ભોગે ખાનગી કંપનીઓ માલામાલ : 05-12-2016

  • સરકારી કચેરીઓમાં નિયમ વિરૂદ્ધ એ.સી. થી એલ.ઈ.ડી. બલ્બની જાહેરાત હાસ્યાસ્પદ
  • ભાજપ સરકારની પ્રજાને ઝટકા આપતી ઊર્જા નીતિમાં સરકારી વીજમથકોનાં ભોગે ખાનગી કંપનીઓ માલામાલ થઈ છે – ડૉ. હિમાંશુ પટેલ
  • ભાજપની અણઘડ નિતીને કારણે સરકારી વીજમથકો બંધ પડ્યા.

સામાન્ય પ્રજાને ઝટકા આપતી રાજ્ય સરકારની ઊર્જા નીતિ વચ્ચે મુખ્યમંત્રી એક તરફ એલ.ઈ.ડી. લાઈટ લગાવી વીજબીલ બચાવવાની વાતો કરી રહ્યાં છે તેની સામે ગાંધીનગરની અનેક સરકારી કચેરીઓમાં નિયમો વિરૂદ્ધ એ.સી. લગાવી સરકારી તિજોરી ઉપર બોજ નાંખવામાં આવતા હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે રાજ્યનાં સરકારી વીજમથકોનાં ભોગે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવામાં જ ભાજપ સરકારને રસ હોવાનો આરોપ લગાવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note