ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર : 02-12-2016
રાજ્યમાં ૧૦,૦૦૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ હોવા છતાં ભાજપ સરકાર સરકારી ખર્ચે સેવાસેતુ કાર્યક્રમના નામે આદર્શ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લઘન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ તાકીદે આદર્શ આચાર સંહિતા પાલન કરાવવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી રાઘવજી પટેલ જણાવ્યું હતું કે, રાજ્યના ૧૦,૦૦૦ જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. બીજીબાજુ સરકારની તિજોરીમાંથી સેવાસેતુ કાર્યક્રમના બહાના હેઠળ માત્રને માત્ર ભાજપ પક્ષીય કામગીરી કાર્યક્રમ પ્રચાર કરી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો