ગુજરાત બંધ-“ભારત બંધ” ના એલાનમાં ગુજરાતના પ્રજાજનોને સહયોગ આપવા અપીલ : 26-11-2016

“ભારત બંધ” ના એલાનમાં ગુજરાતના પ્રજાજનોને સહયોગ આપવા અપીલ કરતા પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી – વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા

કેન્દ્રની ભાજપ સરકારે નક્કર આયોજન વિના નોટબંધી કરીને દેશની જનતાને મુશ્કેલીમાં મુકી દીધી છે. કેન્દ્રના આ મનસ્વી નિર્ણય સામે કોંગ્રેસ પક્ષ સહિતતમામ વિપક્ષોએ તા. ૨૮મી નવેમ્બર, ૨૦૧૬ ને સોમવારના રોજ “ભારત બંધ” ના એલાનમાં ગુજરાતના પ્રજાજનોને શાંતિપૂર્ણ સહયોગ આપવા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ નમ્ર અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ અને સમગ્ર વિપક્ષ દ્વારા એક દિવસના “ભારત બંધ” ના એલાનનો આશય પ્રજાને કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયના કારણે ૧૫-૧૫ દિવસથી પડી રહેલી હાલાકીમાંથી મુક્તી મળે, રાહત મળે તે માટેનો લોકતાંત્રિક પ્રયાસ છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note