૨૪મી થી તા. ૨૮મી સુધી જનતાનો અવાજ બનીને “જન આક્રોશ સપ્તાહ”યોજાશે. : 23-11-2016
રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અવ્યવસ્થા દૂર કરે, બેન્કો વધારાના કેશ કાઉન્ટરો ખોલે, તેવી માંગ સાથે ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, શાકભાજીનું વાવેતર કરનાર પરિવારો, શ્રમિકો, નાના વેપારીઓ, સહિત સામાન્ય-મધ્યમ વર્ગના હક્ક અને અધિકાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-નેતાશ્રીઓ, મહાનગરપાલિકાના નેતાશ્રીઓ પક્ષના અગત્યના આગેવાનોની બેઠકમાં રાજ્યના વ્યાપી કાર્યક્રમ તા. ૨૪મી થી તા. ૨૮મી સુધી જનતાનો અવાજ બનીને “જન આક્રોશ સપ્તાહ”યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો