સ્વ. ઈન્દીરા ગાંધી જન્મ જયંતિના ઐતિહાસિક દિવસે ગુજરાતના યુવાનોના હક અને અધિકાર માટે ‘નવસર્જન યુવા રોજગાર અધિકાર’ : 19-11-2016

સ્વ. ઈન્દીરા ગાંધી જન્મ જયંતિના ઐતિહાસિક દિવસે ગુજરાતના યુવાનોના હક અને અધિકાર માટે ‘નવસર્જન યુવા રોજગાર અધિકાર’ ની સાથે રાજ્યના યુવાનો માટે વિસ્તૃત જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે  સયુંકત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસન સમયે ૮૦ ટકા સ્થાનિક રોજગારી ઉપલબ્ધ કરાવવા માટેની જોગવાઈ હતી જે ૨૦૦૧ થી તત્કાલિન મોદી સરકારે આ નિયમોનું સંપૂર્ણ ઉલ્લઘંન કરીને સ્થાનિક યુવાનોને રોજગારીથી વંચિત રાખવાનું કાવત્રુ કર્યું છે. જે આજદિન સુધી અમલમાં છે. યુવાનો એ કોઇપણ રાજ્યનું અમુલ્ય ધન હોય છે, ગુજરાતની ભાજપ સરકારને આ યૌવનધન સામે જોવાની નવરાશ પણ નથી કે ચિંતા પણ નથી. વર્ષ ૨૦૦૦ થી ગુજરાતની પ્રજાની દશા બેઠી હોય તેમ લાગે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note