આર.બી.આઈ. વેબસાઈટ વિષે : 11-11-2016
– વાત કરવાની પારદર્શકતાની, પણ કોઈપણ વિગત આપવાની નહિ – ડૉ.મનીષ દોશી
– વાત કરવાની ડીજીટલ ઈન્ડિયાની, પણ વેબસાઈટ અપડેટ નહિ કરવાની
– આ વાત દેશના ૧૦૦ કરોડ નાગરિકો હાલમાં ૫૦૦-૧૦૦૦ નોટ બદલવામાં હેરાન-પરેશાન થઇ રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આર.બી.આઈ.) ની સત્તાવાર વેબ્સાઈટ પર હજુ પણ નાબુદ થયેલ ૫૦૦-૧૦૦૦ની નોટની જ માહિતી દર્શાવવામાં આવી છે. નવી ચલણમાં મુકાયેલ રૂ.૨૦૦૦ની નોટ વિષે કોઈપણ પ્રકારની માહિતી “know your bank note” માં ઉપલબ્ધ નથી.
આર.બી.આઈ. ની પ્રથમ ફરજમાં આવે છે કે, ચલણ ધારકોને માહિતી ઉપલબ્ધ કરાવવી, સાથોસાથ ચલણ ધારકોનો હક્ક અને અધિકાર છે. ત્યારે ડીજીટલ ઈન્ડિયા અને પારદર્શકતાની ગુલબાંગો ફેંકતી સરકાર મહેરબાની કરીને દેશની જનતાને ગુમરાહ ન કરે, પરેશાન ન કરે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો