ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ પર હુમલો : 10-11-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વરિષ્ઠ ધારાસભ્ય, લોકપ્રિય, જનપ્રતિનિધીશ્રી રાઘવજીભાઈ પટેલ ઉપર ગઈકાલે રાત્રે ભાજપના આગેવાનો દ્વારા હિચકારા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શ્રી રાઘવજીભાઈ પટેલ વર્ષોથી જાહેર જીવનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી હારી ગયેલ ભાજપના ઉમેદવારના પતિએ પોતાના સાગરિતો સાથે ધ્રોલ જામનગર રોડ પર ફલ્લા ગામ પાસે ગઈ કાલ સાંજે ૭-૪૫ કલાકે હિચકારો હુમલો કરી ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યુ છે. જાહેર જીવનમાં વર્ષોથી કાર્યરત વરિષ્ઠ ધારાસભ્ય – પૂર્વ મંત્રી પર હિચકારા હુમલાની ઘટના સાબિત કરે છે કે, ભાજપ અને તેમના મળતીયા ગુંડાગીરીથી ચૂંટણીમાં પરિણામ મેળવવા માંગે છે. રાજ્યમાં પોલીસ તંત્રનો દુર ઉપયોગ, ઠેરઠેર દારુ-જુગારના અડ્ડા અને બેરોકટોક બૂટલેગરોથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો