ધોળકા-બગોદરા રોડ પર જીવલેણ રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકો પ્રત્યે ઉંડા શોકની લાગણી : 05-11-2016
ધોળકા-બગોદરા રોડ પર જીવલેણ રોડ અકસ્માતમાં ૧૪ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને ૪ થી વધુ ગંભીર ઘાયલ થયા છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવાર પ્રત્યે ઉંડા દુઃખની લાગણી સાથે સંવેદના વ્યક્તા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી રોડ અકસ્માતમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યાં છે. અકસ્માતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માતેલા સાંઢની જેમ રસ્તા પર ફરી રહેલા ટ્રક અને ટેન્કરો ઘરના દિકરા – ઘરના મોભીને ભોગ બનાવી રહ્યાં છે. હાઈવે પર અકસ્માત પછી નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી રહે તેમ જરૂરી હોય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો