મગફળી અને કપાસના ભાવ તળિયે, તાત્કાલિક ખરીદી શરૂ નહીં કરાય તો ખેડૂતો ભાજપ ઉપર અહિંસક સર્જીકલ સ્ટ્રાઈક કરશે. : 28-10-2016
- પોરબંદરમાં ધરણા ઉપર બેઠેલા ખેડૂતોને અર્જુનભાઈ મોઢવાડીયાનું સંબોધન, ૨૦ કિલો
મગફળીના રૂ. ૧૨૦૦ તથા કપાસના રૂ. ૧૫૦૦ના ટેકાના ભાવે ખરીદવાની માંગણી.
- છેલ્લાં ૧૦ વર્ષમાં અત્યારે મગફળી અને કપાસના ભાવ તળિયે, તાત્કાલિક ખરીદી શરૂ
નહીં કરાય તો ખેડૂતો ભાજપ ઉપર અહિંસક સર્જીકલ સ્ટ્રાઈક કરશે.
- યુપીએ સરકારે ૨૦૧૨-૧૩માં રૂ. ૫ હજાર કરોડના ખર્ચે કપાસ રૂ. ૮૫૦ બજાર ભાવે
અને ૨૦૧૩-૨૦૧૪માં એક હજાર કરોડના ખર્ચે ૩ લાખ ટન મગફળી રૂ. ૮૦૦ના ટેકાના ભાવે ખરીદી હતી.
- અગાઉના વર્ષોમાં મગફળીનું ઉત્પાદન ૧૦ થી ૧૫ લાખ ટન, ચાલુ વર્ષે ૨૯ લાખ ટન
થવાની ધારણા, કેન્દ્ર સરકાર તાકીદે ખરીદી શરૂ કરે.
- ભાજપે ૨૦૧૪ની ચુંટણીઓમાં ખેત ઉત્પાદનના ટેકાના ભાવ દોઢગણા કરવાની ખાત્રી
આપી હતી, પણ નહીંવત વધારો. યુપીએ સરકારે ટેકાના ભાવ ૧૦ વર્ષમાં બમણા કર્યા હતા.
- વડાપ્રધાનશ્રીએ ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની જાહેરાત બનાવટી. અત્યારની સ્થિતીએ આવક ઘટીને અડધી થઈ રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો