ભાજપ સરકારને મહેસાણા જીલ્લાના લીફટ ઈરીગેશન પાઈપ લાઈન પ્રોજેકટની ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરવાની ફરજ પડી. 25-10-2016
- ભાજપ સરકારને મહેસાણા જીલ્લાના લીફટ ઈરીગેશન પાઈપ લાઈન પ્રોજેકટની ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરવાની ફરજ પડી.
રૂ.૨૫૩.૧૨ કરોડ તથા રૂ.૪૮૪.૧૪ કરોડનાં બે ટેન્ડરોમાં પૂર્વલાયકી ધોરણોમાં ઘાલમેલ કરીને એલ એન્ડ ટી તથા મેઘા નામની બે જ કંપનીઓને લાયકગણીને કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી કાર્યવાહી અટકાવવા તા. ૧-૯-૨૦૧૬ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદ કરીને પર્દાફાશ કર્યો હતો. જેમાં ટેન્ડરોમાં હરિફાઇ ન થાય અને પસંદગીની બે જ કંપની એલ એન્ડ ટી અને મેઘાને એક-એક ટેન્ડર રીંગથી આપવા અનુવના ધોરણો હળવાં કરાયાં હતા. સૌની યોજનામાં ભ્રષ્ટાચારનું લોહી ચાખી ગયેલી બે કંપનીઓ તથા જળસંપત્તિ મંત્રીશ્રીએ બે સિવાયની બાકીની ત્રણ કંપનીઓને ગેરલાયક કરવા કાવતરૂં ગોઠવ્યું હતું. આ સમગ્ર બાબત અંગે તા.૨૩-૦૮-૨૦૧૬ના રોજ કોîગ્રેસના ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા વિગતો મુખ્યમંત્રીશ્રી તથા વર્તમાન જળસંપત્તિ મંત્રીશ્રીને લેખિતમાં પહોંચાડી હતી. અને માંગ કરવામાં આવી હતી કે, કુલ રૂ.૭૩૭ કરોડના બે ટેન્ડર ડોકયુમેન્ટમાં પાછલી અસરથી કરવામાં આવેલ સુધારાઓ રદ કરવા અને કરવામાં આવેલ સમગ્ર કાર્યવાહીની તપાસ લાંચ-રૂશ્વત વિભાગ મારફત કરાવવાની શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ માંગ કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો