ભાજપની મેઈક ઈન ઈન્ડિયા નીતિના દંભ, સામાન્ય નાગરિકોને ચીની વસ્તુઓના બહિષ્કારની સલાહ પરંતુ ગુજરાત સરકાર ચીની સ્ટીલ વપરાશમાં દેશમાં પ્રથમ : 25-10-2016

  • જળસંપતિ વિભાગના રૂ.૧૦ હજાર કરોડની સ્ટીલ પાઈપના કામમાં ભારતને બદલે ચીનમાં ઉત્પાદિત સ્ટીલમાંથી પાઈપ બનાવનાર વેલસ્પન કંપની માટે પાછળથી ટેન્ડરોમાં સુધારો કરાયો : અર્જુન મોઢવાડીયા
  • જે તે વખતના જળસંપતિ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા અને અધિકારીઓએ ખેલ પાડ્યો, આયાતી સ્ટીલમાંથી પાઈપ બનાવવા માટે સ્પેશીફીકેશન સુધારામાં મુખ્યમંત્રીશ્રીને લેખિત ફરિયાદ છતાં કોઈ પગલાં નહી
  • રૂ.૩ હજાર કરોડના પાઈપલાઈનમાં ટેન્ડરો મંજુર થવાના તબક્કામાં, વધારાનાં રૂ.૭ હજાર કરોડનાં ટેન્ડરો હવે બહાર પડશે. તમામ ટેન્ડરોમાં આયાતી (ચાઈનીઝ) સ્ટીલ વાપરવાની પરવાનગી અપાઈ
  • ભારત સરકારની મેઈક ઈન ઈન્ડિયા નીતિને આધારે ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-૨૦૧૬ માં સ્વદેશી બનાવટ ખરીદવાનું ફરજીયાત છતાં ચીની સ્ટીલને પ્રાધાન્ય
  • ટેન્ડરોમાં ગોબાચારી કરનાર તત્કાલીન જળસંપતિ મંત્રી તથા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા અને ટેન્ડરોમાં આયાતી સ્ટીલ વાપરવાની જોગવાઈ રદ્દ કરવા કોંગ્રેસની માંગ
  • આયાતી સ્ટીલ વાપરવાની અને એક જ કંપનીને ફાયદો કરાવીને મલાઈ તારવવાની ભાજપે સમગ્ર દેશમાં અનન્ય કહી શકાય તેવી જોગવાઈ રદ્દ નહીં થાય તો કાનૂની પગલાં લેવાની કોંગ્રેસની ચેતવણી
  • ભાજપની મેઈક ઈન ઈન્ડિયા નીતિના દંભ, સામાન્ય નાગરિકોને ચીની વસ્તુઓના બહિષ્કારની સલાહ પરંતુ ગુજરાત સરકાર ચીની સ્ટીલ વપરાશમાં દેશમાં પ્રથમ
  • દિવાળી ઉપર ચીની બનાવટની વસ્તુઓ નહીં વેચવાની અને ખરીદવાની ગુજરાતના વેપારી સંગઠનો અને નાગરિકો ધન્યવાદને પાત્ર : અર્જુન મોઢવાડીયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Annexure – with letter – 25-10-2016 – AM – PC