પ્રવેશ, પરિક્ષા, પરિણામ અને પદવીએ કોઈ પણ યુનિવર્સિટીની પાયાની ફરજો અને જવાબદારી… : 21-10-2016

પ્રવેશ, પરિક્ષા, પરિણામ અને પદવીએ કોઈ પણ યુનિવર્સિટીની પાયાની ફરજો અને જવાબદારી છે. ત્યારે યુનિવર્સિટીમાં પેપર ફૂટવા-ગુણ કૌભાંડ, ગેરરીતીઓના કેસોમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર જથ્થાબંધ રીતે ફુટવાની ઘટના એ પરીક્ષા વ્યવસ્થા, ભ્રષ્ટાચારની ગોલમાલનો પરપોટો ફૂટી ગયો છે. ભાજપ શાસકોએ શિક્ષણ સંસ્થાઓને વ્યાપારના કેન્દ્રો બનાવી દીધા છે. ભ્રષ્ટાચાર, ગેરરીતી અને ગોલમાલએ યુનિવર્સિટીની ઓળખ બની ગઈ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં પેપર ફુટવાની ઘટના શિક્ષણ જગત માટે શર્મજનક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પણ પેપર ફુટવાની, ગુણ સુધારણાં, બહારની કંપની દ્વારા ગેરરીતી જેવા કૌભાંડ છતાં જે તે સમયે ગંભીર-અસરકારક પગલાં ભરવાને બદલે ઢાંકપીછોડાને કારણે ઢોલ વગાડી ‘એ’ ગ્રેડની ગુલબાંગો વચ્ચે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરો ફુટવાની ઘટનાએ સમગ્ર કૌભાંડનો ફુગ્ગો ફોડી નાંખ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note