ફીક્ષ પગાર, કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ : 19-10-2016

ફીક્ષ પગાર, કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ અને તેમાં પણ પગારની ચુકવણીમાં ચાર-ચાર મહિનાનો વિલંબને પરિણામે રાજ્યના લાખો યુવાનો-યુવતીઓમાં અન્યાય અજંપો, આક્રોશની લાગણી તેનું પ્રતિબિંબ અમરેલીમાં હોસ્પીટલમાં સેવા આપતાં ફીક્ષ પગારના કર્મચારીએ ફિનાઈલ પીને કરેલ આત્મહત્યાનો દિલ કંપાવી દે તેવો પ્રયાસ પછી પણ ભાજપ સરકારની આંખ ઉઘડતી નથી ત્યારે, પાંચ લાખ કરતાં વધુ ફીક્ષ પગાર ધારકો, કોન્ટ્રકટપ્રથા અને આઉટ સોર્સિંગના નામે શોષણ કરતી ભાજપ સરકાર સામે “સમાન કામ – સમાન વેતન”ની ન્યાયિક માંગણી સાથે લડત આપતાં સંગઠનોની લડત-આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ગુજરાતના પાંચ લાખ કરતાં વધુ યુવાન-યુવતીઓનું સહાયકપ્રથા, કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે. ભાજપ સરકારની સહાયકપ્રથા નીતિને નામદાર વડી અદાલતે પણ રદ્દ કરી નાખી છે. જેની સામે ભાજપ સરકાર સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note