શિવરાજસિંહ ચૌહાણ સરકારના ભ્રષ્ટાચારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ વર્ષ સુધી છાવર્યો : 19-10-2016
- શિવરાજસિંહ ચૌહાણ સરકારના ભ્રષ્ટાચારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ વર્ષ સુધી છાવર્યો. તેનાથી ગુજરાતની પ્રજાને સરદાર સરોવરના વીજળી અને પાણીનો કોળીયો ઝૂંટવાશે.
- મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણનું ભાજપ અને નરેન્દ્ર મોદી રાજીનામું લે. નરેન્દ્ર મોદી ફરીથી GMDC ગ્રાઉન્ડમાં ફાઈવસ્ટાર ઉપવાસ કરે અને સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી અપાવે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે નીમેલ ઝા કમિશનનો રિપોર્ટ
- સરદાર સરોવરના ૯૦% વિસ્થાપિતોએ ખરીદેલ જમીનના દસ્તાવેજો નકલી. ખરેખરા વિસ્થાપિતોને બદલે નકલી લોકોએ લાભ મેળવ્યા.
- મધ્યપ્રદેશ સરકારના આંકડા મુજબ જ ૧૫ હજાર વિસ્થાપિતોનું પુનઃવસન બાકી છે. ઝા કમિશનના રિપોર્ટ પછી આ આંકડામાં ભારે વધારો થવાની સંભાવના.
- વિસ્થાપિતોની કોલોનીઓ રહેવાલાયક નથી. કોલોનીમાં સ્કુલ-રસ્તાઓ નકામા, કોલોનીમાં કોઈ વિસ્થાપિત રહેવા ગયા નથી.
- શિવરાજસિંહની સરકારે અહેવાલ રોકવા સુપ્રિમ કોર્ટ સુધી હવાતિયાં માર્યા. સુપ્રિમ કોર્ટે તાત્કાલિક એકશન ટેકન રીપોર્ટ આપવા જણાવ્યું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો