મોંઘવારી ઘટવાને બદલે સતત વધી રહી છે : 14-10-2016
નવરાત્રીના દિવસો બાદ દિવાળીના તહેવાર જ્યારે નજીક છે ત્યારે દેશના ૧૨૫ કરોડ નાગરિકોને અપાયેલ ‘અચ્છે દિન’ વાયદા-વચનો અને હકીકતમાં ૩૦ મહિના જેટલો સમય સત્તામાં પૂરો થયો હોવા છતાં મોંઘવારી ઘટવાને બદલે સતત વધી રહી છે જેનો ભોગ સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકો બની રહ્યાં છે, ત્યારે દેશના ૧૨૫ કરોડ અને જેમાં ગુજરાતના ૬ કરોડ નાગરિકોને મોંઘવારીના મારમાંથી મુક્તી મળે અને તેમના સાચા અર્થમાં ‘અચ્છે દિન’ ની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં બેફામ મોંઘી થઈ છે. ખાંડમાં ૫૪ટકા, ચણાંના લોટમાં ૨૫૦ ટકા, અડદની દાળમાં ૮૫ ટકા, ચણાં દાળમાં ૧૮૦ ટકા, દૂધમાં ૩૦ ટકા, લોટમાં ૩૧ ટકા અને ખાદ્યતેલમાં ૬૨ ટકાનો વધારો નોંધાયો છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ફુગાવાના બેફામ વધારાથી સામાન્ય-મધ્યમ વર્ગના ખીસ્સામાંથી લૂંટ ચાલી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો