ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીશ્રીને ગરીબો અને માછીમારો યાદ આવ્યા : 02-10-2016
ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પરથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ દરિયાકિનારે ડ્રેજીંગ, ડીઝલ પર માછીમારોને અપાતી સબસીડી, કપાસિયા તેલ અને તુવેર દાળ સહિતની કરેલ જાહેરાત એ ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીશ્રીને ગરીબો અને માછીમારો યાદ આવ્યા હોવાનું પ્રતીત થાય છે. રાજ્યમાં ગરીબો, માછીમારો અને મોંઘવારી અંગે ભાજપ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં દાખવેલ નિષ્ક્રિયતા અને નિષ્ફળતાની સત્ય વિગતો રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, પોરબંદરના દરિયાની ચેનલ છેલ્લા ચાર વર્ષથી ડ્રેજીંગ કરીને સાફ ન કરવાને કારણે આ ચેનલ રેતીથી ભરાઈ જતા આજે ૩૬૦૦ બોટની અવરજવર મુશ્કેલ બની છે. વર્ષ ૨૦૧૨ પછી વર્તમાન ભાજપ સરકારે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ પાસેથી ડ્રેજીંગની કામગીરી આંચકી લઇ મત્સ્યોદ્યોગ વિભાગને હવાલે લઇ લીધી છે. હવે મત્સ્યોદ્યોગ વિભાગે પોતે જ “ટેન્ડરો” મંગાવીને ડ્રેજીંગ કરવાનું નક્કી કર્યું છે, જેથી “મલાઈ” તારવી શકાય. ગુજરાત મેરી ટાઈમ બોર્ડના ડ્રેજરો અને સ્ટાફ આરામ કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો