દલિત સ્વાધિકાર રેલી : 30-09-2016
રાજ્યમાં ભાજપ શાસનમાં દલિત સમાજ પરના અત્યાચારમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દલિત સમાજના યુવાનો સરકાર સાથે સંવાદ કરવા જાય તો સરકાર ખોટા કેસો કરે છે. થાનગઢમાં દલિતોના મોત અને ત્યારબાદ તપાસમાં ભીનું સંકેલવાની કામગીરી, મોટા સમઢીયાળામાં દલિત સમાજના યુવાનો પર અમાનુષી અત્યાચારે ભાજપ સરકારની દલિત વિરોધી માનસિકતા ખુલ્લી કરી દીધી છે. ત્યારે દલિત સમાજને તેમના બંધારણીય અધિકાર મળે, ખાસ કરીને શિક્ષણ, રોજગાર, જમીનોની ફાળવણી, સફાઈ કામદારોના હક્કની માંગ સાથે ૨જી ઓક્ટોબર, ગાંધી જયંતિના દિવસે સવારે ૦૯-૦૦ કલાકે પૂજ્ય બાબાસાહેબ આંબેડકર ચોક, સાળંગપુર, અમદાવાદ ખાતે દલિત સ્વાધિકાર રેલી અંગે માહિતી આપતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી દીપક બાબરિયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દલિત સમાજ પરના અત્યાચાર રોકવા માટે ઉદાસીનતા-નિષ્ક્રિયતા દાખવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો