BAPU – ભાજપની ખેડૂત વિરોધી નિતી : 29-09-2016

ભાજપ સરકારના સતત ખેડૂતો વિરોધી પગલાંથી ખેડૂતો વધુ પાયમાલ થઈ રહ્યાં છે થાય તે દિશામાં કામ કરી રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં ૧૦ વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો છે અને ૧૭ લાખ ખેતમજદૂરોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે રાજ્યની ભાજપની ખેડૂત વિરોધી નિતીની આકરી ઝાટકણી સાથે કોંગ્રેસ પક્ષની કૃષિ વિષયક નિતી-ખેડૂતલક્ષી નિતી જાહેર કરતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારની છેલ્લા ૧૫ વર્ષની ખેડૂત વિરોધી નિતીના કારણે વાવેતર વિસ્તાર ઘંઉમાં ૧૪.૯૮ ટકા મગફફફફળીમાં ૧૨.૧૮ ટકાનો ઘટાડો અને ઉત્પાદનમાં ૧૭.૭૭ ટકા તથા મગફળીમાં ૨૪ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૪-૧૫ ના સરકારના કૃષિ અહેવાલમાં જ સ્પષ્ટ છે કે, ખેતીના વાવેતરમાં ૩૨.૪૨ લાખ હેક્ટરનો ઘટાડો થયો છે. મગફળી અને કપાસના વાવતર અને ઉત્પાદનમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note