રાજ્યમાં ગૌવંશ-ગૌહત્યાનો પ્રતિબંધ હોવા છતાં આડેધડ-ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યાં : 17-09-2016

ગુનેગાર હોય તો ગૌવંશ-ગૌહત્યા અંગે કાર્યવાહી કરીને કાનૂનિ પગલાં ભરાવવા જોઈએ પણ કહેવાતા ગૌરક્ષો ગુંડાગર્દી કરીને લઘુમતિ યુવાનને મોતને ઘાટ ઉતારે છતાં પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી ન કરે. આ તો કેવી લોકશાહી ? આ તો કેવી સરકાર ? ત્યારે ગુંડાગર્દી કરીને અત્યાચાર કરનાર ગુનેગારો અને સમગ્ર ઘટનામાં નિષ્ક્રીય પોલીસ અધિકારી સામે ગંભીર પગલાં ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગૌવંશ-ગૌહત્યાનો પ્રતિબંધ હોવા છતાં આડેધડ-ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યાં છે. ગૌરક્ષાના નામે ગૌરક્ષકો કાયદો હાથમાં લઈને ગુંડા ગર્દી કરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note