ભારતીય માછીમારોને ખોટી રીતે હેરાન-પરેશાન કરી તેઓની ફિશીંગ બોટ સાથે માછીમારોનું અપહરણ : 15-09-2016
પાકિસ્તાન સતત આડોડાઈ કરીને ભારતીય માછીમારોને પરેશાન કરી રહ્યાં છે. અવાર-નવાર હુમલા કરતાં પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતી માછીમારોની સુરક્ષા માટે મોદી સરકાર ક્યારે સજાગ બનશે તેવો પ્રશ્ન પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાન મરીન દ્વારા અરબસાગરમાં માછીમારી કરતાં ભારતીય માછીમારોને ખોટી રીતે હેરાન-પરેશાન કરી તેઓની ફિશીંગ બોટ સાથે માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. પાકિસ્તાન સતત આડોડાઈ કરીને કાશ્મિર સહિત સમુદ્રમાં પણ આંતકવાદી પ્રવૃત્તિ કરી રહ્યું છે. ગુજરાતની ૬ ફિશીંગ બોટ અને ૩૬ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે ત્યારે ચૂંટણી સમયે જાહેરસભામાં એક માથાની સામે દશ માથા વાઢી લાવવાની વાતો કરી, પાકિસ્તાન લવ લેટર લખવાની જરૂર નથી તેને તેની જ ભાષામાં જવાબ આપવાની જરૂર છે. ૫૬ ની ઈંચની છાતી, આવી અનેક વાતો કરીને લોકોની લાગણી ઉશ્કેરીને મતોની ખેતી કરનાર મોદી શાસનમાં ૩૦ મહિનામાં સરહદ પર જવાનો મૌત થઈ રહ્યાં છે, બીજી બાજુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લાહોર જઈને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ખીરની મજા માણી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો