રાજ્યના મુખ્યમંત્રીશ્રીની છેલ્લા થોડા દિવસોની જાહેરાત-પરિપત્ર ભાજપ શાસનના ભ્રષ્ટાચારી મોડેલ-મોદી મોડેલની નિષ્ફળતાના સ્વીકારનામું : 03-09-2016
છેલ્લા ૧૫ વર્ષથી “કલેક્ટરશ્રીઓને વારંવાર ચર્ચા માટે બોલાવવા કે વીડીયો કોન્ફરન્સ કરીને સમય વેડફવો ઉચિત જણાતો નથી”. તે બાબત મુખ્યમંત્રીશ્રીની સુચનાથી તા. ૩૦/૮/૨૦૧૬ ના પરિપત્ર જ ભાજપ સરકારની ગુજરાતના નાગરિકો પ્રત્યેની બેકાળજી-અસંવેદનશીલતા અને વહીવટી તંત્રની નિષ્ફળતાનું એકરારનામાની સાથોસાથ મોદી મોડેલની નિષ્ફળતા હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ તા. ૧૬/૮/૨૦૧૬ ના રોજ કલેક્ટરશ્રીઓ સાથે યોજવામાં આવેલી કોન્ફરન્સમાં સ્પષ્ટપણે સ્વીકારવામાં આવ્યું છે કે, કલેક્ટર કચેરીઓ, સેવાસદનોમાં જિલ્લાના વહીવટી અને નાગરિકોના પ્રશ્નો ઉકેલાતા નથી. સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રશ્નો અંગે વહીવટી તંત્ર ગંભીર હોય તેમ જણાતું નથી. નાની-નાની અને સાચી બાબતો અંગે વહીવટી તંત્ર પાસે સાંભળવાનો સમય નથી. પાટીદાર સમાજ પર દમનની વાત હોય કે પછી દલિત સમાજના યુવાનો પર અમાનુષી અત્યાચાર હોય તમામ બાબતોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવુ સ્પષ્ટ છે, જેનો સીધો ભોગ ગુજરાતના સામાન્ય નાગરિકો બની રહ્યાં છે. કલેક્ટરશ્રીઓને વારંવાર ચર્ચા માટે બોલાવવા કે વારંવાર વીડીયો કોન્ફરન્સ કરવાથી સમય વેડફાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો