મહેસાણા જીલ્લાના લીફટ ઈરીગેશન પાઈપ લાઈન પ્રોજેકટ : 01-09-2016

  • રૂા.૨૫૩.૧૨ કરોડ તથા રૂા.૪૮૪.૧૪ કરોડનાં બે ટેન્ડરોમાં પૂર્વલાયકી ધોરણોમાં ઘાલમેલ કરીને એલ એન્ડ ટી તથા મેઘા નામની બે જ કંપનીઓને લાયકગણીને કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી કાર્યવાહી અટકાવો – અર્જુન મોઢવાડીયા
  • ટેન્ડરોમાં હરિફાઇ ન થાય અને પસંદગીની બે જ કંપની એલ એન્ડ ટી અને મેઘાને એક-એક ટેન્ડર રીંગથી આપવા અનુવના ધોરણો હળવાં કરાયાં- કોંગ્રેસ.
  • સૌની યોજનામાં ભ્રષ્ટાચારનું લોહી ચાખી ગયેલી બે કંપનીઓ તથા જળસંપત્તિ મંત્રીશ્રીએ બે સિવાયની બાકીની ત્રણ કંપનીઓને ગેરલાયક કરવા કાવતરૂં ગોઠવ્યું.
  • તા.૨૩-૦૮-૨૦૧૬ના રોજ કોંગ્રેસના ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા વિગતો મુખ્યમંત્રીશ્રી તથા વર્તમાન જળસંપત્તિ મંત્રીશ્રીને પહોંચાડી છે.
  • કુલ રૂા.૭૩૭ કરોડના બે ટેન્ડર ડોકયુમેન્ટમાં પાછલી અસરથી કરવામાં આવેલ સુધારાઓ રદ કરવા અને કરવામાં આવેલ સમગ્ર કાર્યવાહીની તપાસ લાંચ-રૂશ્વત વિભાગ મારફત કરાવો -અર્જુન મોઢવાડીયા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note