એમ.બી.બી.એસ., બી.ડી.એસ., ફીઝીયોથેરાપી, નર્સીંગ સહિતની પ્રવેશ પ્રક્રિયા : 31-08-2016
ભાજપ સરકારના મનમાં ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓના ભવિષ્યની ચિંતા હોય, તેમને રાહત આપવાની ઈચ્છા હોય તો સરકારી તિજોરીના નાણાંથી ઉભી થયેલ ગુજરાત મેડીકલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મેડીકલ કોલેજોમાં રૂા. ૩,૦૦,૦૦૦/- જેટલી તગડી ફી વસૂલવામાં આવે છે તેના બદલે તેમાં ઘટાડો કરીને વિદ્યાર્થી-વાલીઓને રાહત આપવી જોઈએ. તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એમ.બી.બી.એસ., બી.ડી.એસ., ફીઝીયોથેરાપી, નર્સીંગ સહિતના અભ્યાસક્રમોની ૧૦ હજાર બેઠકો માટે સમયસર પ્રવેશ પ્રક્રિયા, પ્રવેશ માટેના નિયમો ઘડવામાં રાજ્ય સરકાર દર વર્ષે સુધારા-વધારા કરીને પ્રવેશ પ્રક્રિયાને વિલંબમાં નાંખે છે. રાજ્ય સરકારે સમયસર પ્રવેશ પ્રક્રિયાની નિષ્ફળતા છુપાવવા વિદ્યાર્થી હિતની જુદી-જુદી જાહેરાતો કરે છે. “વિદ્યાર્થીઓને રાહત આપી રહી છે, સરકારે વિદ્યાર્થીઓને ફી માં રાહત આપી છે”, આવી અનેક જાહેરાતોના નામે વિદ્યાર્થી-વાલીઓ સાથે ભાજપ સરકાર છેતરપીંડી અને ભ્રામકતા ઉભી કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો