નવસર્જન પંચાયત તાલીમ : 13-08-2016

કોંગ્રેસના પંચાયતોમા ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ ‘નવસર્જન પંચાયત તાલીમ’ અન્વયે તા. ૧૬/૮/૨૦૧૬ થી તા. ૧૭/૮/૨૦૧૬ બે દિવસીય તાલીમ શિબીર બંસરી ગ્રીન્સ ગાંધીનગર ખાતે યોજાશે. ગુજરાતમાં ૨૩ જિલ્લા પંચાયત ૧૫૪ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જનસમર્થન અને જનઆર્શીવાદ મળ્યો ત્યારે ગુજરાતમાં પંચાયતી રાજના માળખાને તોડી નાંખવા માટે સક્રિય ભાજપ સરકારની નિતીની ઝાટકણી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજની વાત કરી. જે દેશની પ્રગતીના મુળ લોકોની સમજણમાં ધરોબાયેલા છે તેવુ માનનાર ભારતના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુએ ગ્રામ પંચાયતોને લોક્શાહીની શાળા ગણાવી અને દેશમા ગ્રામ સ્વરાજના પાયા નાખ્યા. રાજીવ ગાંધીની પ્રેરણાથી પંચાયતોનુ ત્રી-સ્તરીય માળખુ રચવા તથા પંચાયતોને નાણાકીય અને વહિવટી અધિકારો આપવા ભારતના બંધારણમા 73મા અને 74મા સુધારાઓ દાખલ કરવામા આવ્યા.  ગુજરાત પંચાયતીરાજની બાબતોમા સમગ્ર દેશમા એક ઉદહરણ રુપ રાજ્ય કોંગ્રેસ શાસનમાં બન્યું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note