ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા દમન પ્રતિકાર ધરણાં
ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરના મુખ્ય મથકે સવારે ૧૦ થી સાંજના ૪ કલાક સુધી દમન પ્રતિકાર ધરણાં યોજાયા. કલેક્ટર કચેરી પાસે, અમદાવાદ ખાતે યોજાયેલ દમન પ્રતિકાર ધરણાં ઉપસ્થિત મોટી સંખ્યામાં તમામ સમાજના ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ જે લોકો શિક્ષણ, આરોગ્ય, રોજગાર, જીવન જીવવાનો અધિકાર માટે લાગણી અને માંગણી વ્યક્ત કરે છે તેમને ભાજપ સરકાર કચડી નાંખે છે. ગુજરાતમાં આક્રોશ અને અંજપાના કારણે અલગ અલગ જગ્યાએ દલિત સમાજના ભાઈઓએ આપઘાતના પ્રયાસો કર્યા છે. આખા ગુજરાતમાં કમજોર લોકો કે જેની પાસે પૈસા નથી તેને દબાવાય છે. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ ગાંધી, સરદાર, પંડિત નહેરૃ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની વિચારધારા છે બીજી તરફ આર.એસ.એસ. ગોલવલકર અને મોદીની વિચારધારા છે. ગુજરાત મોડેલની વાત કરે છે પરંતુ કોઈ શિક્ષણનો હક્ક માંગે, અવાજ ઉઠાવે કે કોર્પોરેટ સામે લડે તેને દબાવવામાં આવે છે. શ્રી રાહુલજીએ અત્યાચારનો ભોગ બનનારના માતાપિતાને કહ્યુ છે કે દબાશો નહીં -ભયભીત ન થાઓ. દમનની આ વિચારધારાને પુરા દેશમાં સામનો કરવામાં આવશે.
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna
- Daman Pratikar Dharna