લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરીને સત્તા હાંસલ કરવાના મોદી સરકાર – ભાજપના કારનામા-કાવત્રાને નામદાર સુપ્રિમ કોર્ટે લપડાક
અરૂણાચલ પ્રદેશમાં કોંગ્રેસ પક્ષની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરીને સત્તા હાંસલ કરવાના મોદી સરકાર – ભાજપના કારનામા-કાવત્રાને નામદાર સુપ્રિમ કોર્ટે લપડાક આપીને લોકતંત્રને જીવંતદાન આપ્યું છે. નામદાર સુપ્રિમ કોર્ટના બંધારણની રક્ષા કરવાના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રની મોદી સરકારે સયુંક્ત રીતે અરૂણાચલ પ્રદેશની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી કોંગ્રેસ સરકારને ગેરબંધારણીય-બિનલોકતાંત્રિક રીતે બરખાસ્ત કરી હતી. મોદી સરકારના ગેરબંધારણીય પગલાંને નામદાર સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવતા નામદાર સુપ્રિમ કોર્ટે આજ રોજ અરૂણાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારને પુનઃ સ્થાપિત કરીને ભાજપ અને મોદી સરકારને લપડાક આપી છે. સમગ્ર દેશમાં ભાજપ અને મોદી સરકારની જે માનસિક્તા છે, તે રીતે જ ગુજરાતમાં જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતમાં લોકશાહી રીતે ચૂંટાયેલ કોંગ્રેસ પક્ષના પંચાયતી રાજને અસ્થિર કરવાનો પ્રયત્નો કરે છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો