નાણાં નિયમ મુજબ સરકારમાં જમા કરાવ્યા છતાં સિંચાઈનું પાણી નર્મદા નિગમ દ્વારા ન અપાતા ખેડૂતો પારાવાર મુશ્કેલી : 13-07-2016
રાજ્યના પાંચ હજાર ગામો અને સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના ૧૦૦ થી વધુ ગામોના ખેડૂતોએ પિયત માટેના નાણાં નિયમ મુજબ સરકારમાં જમા કરાવ્યા છતાં સિંચાઈનું પાણી નર્મદા નિગમ દ્વારા ન અપાતા ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે, છતાં ભાજપ સરકારનું પેટનું પાણી હલતું નથી. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, હળવદ તાલુકાના ૨૧ ગામોની ૧૭૦૦ હેક્ટર જમીન સાવ કોરી ધાકોળ છે. હળવદની જળસિંચાઈ યોજના અંતર્ગત ૨૭ ગામો પૈકી ૧૭૫૦ હેક્ટર જમીન માટે દોઢ મહિના પહેલા નિયમ મુજબ પિયત માટે ખેડૂતો પાસેથી નાણાં સરકારે સ્વીકાર્યા છે, બીજતરફ નર્મદા કેનાલ થકી નિગમે પાણી નહીં આપતા ખેડૂતો હેરાન-પરેશાન થયા છે. ખેડૂતોના નામે લાખો રૂપિયાના ખર્ચે કૃષિ મેળા અને લાખો રૂપિયાની જાહેરાતોથી ખેડૂતોના હિત માટે કામ કરતી સરકાર તરીકે ગાણાં ગઈ રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો