પારૃલ યુનિ.ના દુષ્કર્મના આરોપીને ભાજપ છાવરે છે
રાજકોટમાં અર્જૂન મોઢવાડિયાનો આક્ષેપ
ખુદ આનંદીબેન પટેલે આ યુનિ.નું ઉદ્ધાટન કર્યું હતું
પાટણકાંડમાં પણ ભાજપના થાબડભાણા હતા
રાજકોટ,મંગળવાર
રાજ્યભરમાં ભારે ચકચારી અને શિક્ષણજગત માટે અત્યંત કલંકરૃપ ઘટના એવી વડોદરાની પારૃલ યુનિવર્સિટીના મુખ્ય સંચાલક જયેશ પટેલ દ્વારા એક પાટીદાર યુવતી પર દુષ્કર્મના કેસમાં ભાજપ આરોપીને છાવરી રહ્યાનો આક્ષેપ આજે રાજકોટ આવેલા કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયાએ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે પારૃલ યુનિવર્સિટીનું ઉદ્ધાટન કરવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ ગયા હતા. વગદાર આરોપીના કારણે જ પોલીસ ત્વરિત પગલા ભરતી નથી. એટલું જ નહીં, અગાઉ શિક્ષણજગતને શર્મસાર કરતી પાટણની ઘટનામાં પણ ભાજપના થાબડભાણાં હતા.
તાજેતરમાં કોંગ્રેસ શાસિત ગોંડલ તાલુકા પંચાયતને સુપરસીડ કરવાની ઘટના ભાજપની ગુંડાગીરીના કારણે ઘટયાનો આક્ષેપ કર્યો હતો.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot-parul-university-rape