સગર્ભા બહેન-દિકરીઓ યોગના નામે ગીનીસ બુકમાં નામ નોંધાવવા અને સસ્તી પ્રસિધ્ધીની આકરી ઝાટકણી : 17-06-2016

રાજકોટ કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે વર્લ્ડ રેકોર્ડ કરવા એકી સાથે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી સગર્ભા બહેન-દિકરીઓ યોગના નામે ગીનીસ બુકમાં નામ નોંધાવવા અને સસ્તી પ્રસિધ્ધીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યુ હતું કે, ભાજપ સરકાર અને તેના અધિકારીઓ ગુજરાતની સગર્ભા બહેન-દિકરીઓના આરોગ્ય માટેની પણ ચિંતા કરે, સાથો સાથ આ કાર્યક્રમમાં જો સગર્ભા બહેન-દિકરીઓને માન-સન્માન સાથે તેમનું આરોગ્ય જાળવણી કરવી.  આ કાર્યક્રમમાં માત્ર ફોટોસેસન ન કરી ખરાં અર્થમાં સગર્ભા બહેન-દિકરીઓને ઉપયોગી થાય તેમ કરવું જોઈએ. ખેડૂતો, મજૂરો, કારીગરો, લઘુઉદ્યોગકારો, શ્રમિકો પરસેવો પાડી સરકારને દેશનો વિકાસ કરવા અને લોક સુવિધા ઉભી કરવા કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે ત્યારે પ્રતિષ્ઠા ભૂખી અને પોતાની વાહવાહીમાં રાચતી ભાજપ હવે રાજકોટ ખાતે તા. ૨૧ જૂને એકી સાથે ૨૫૦૦  થી ૩૦૦૦ સગર્ભા બહેન-દિકરીઓ યોગા કરશે, તેવી જાહેરાત કરી છે. જ્યારે ભાજપ સરકાર પોતાની વાહવાહી, અને ખુશામત કરવા માટે સગર્ભા મહિલાઓને યોગા કરવાના નામે તેમના આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note