પોલીસ તંત્રનું મોરલ તોડી નાંખનાર ભાજપ સરકારે બાળકોના કુપોષણની જવાબદારી પોલીસને સોંપી : 15-06-2016
- ભાજપે રાજ્યની પોલીસને કુપોષિત કરતાં માફિયાઓનું સામ્રાજ્ય ફુલ્યું ફાલ્યું છે
- ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા માટે પોલીસ તંત્રનું મોરલ તોડી નાંખનાર ભાજપ સરકારે બાળકોના કુપોષણની જવાબદારી પોલીસને સોંપી હાસ્યસ્પદ સ્થિતિ સર્જી છે – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં ભાજપ અને તેમના સર્વેસર્વા નરેન્દ્ર મોદીએ સત્તા મેળવવા સાથે સત્તામાં ટકી રહેવા માટે પોલીસ તંત્રને કુપોષિત બનાવી દેતાં કાયદો અને વ્યવસ્થા મરણ પથારીએ છે ત્યારે બાળકોમાં કુપોષણ દુર કરવાનું કાર્ય પોલીસ તંત્રને સોંપી ભાજપે હાસ્યાસ્પદ અને ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે શાસનધુંરા સંભાળી ત્યારથી પોલીસ તંત્ર ભાજપનું કઠપુતળી બની ગયું છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો