પાલીતાણા – ભાવનગર જિલ્લા ખાતે ‘લોક દરબાર’ : 10-06-2016
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાલીતાણા – ભાવનગર શહેર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રજા ત્રસ્ત છે ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત છે. પાલીતાણા – ભાવનગરમાં વર્ષોથી સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેશન ભાજપ પાસે હોવા છતાં પ્રજાના પ્રશ્નો ઉકેલતી નથી અને વાત સાંભળવાની તસ્દી પણ લેતા નથી. ત્યારે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો તિર્થભૂમિ પાલીતાણા અને ભાવનગર શહેર ખાતે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને સાંભળવા માટે લોકદરબારના માધ્યમથી પહોંચ્યા હતા ત્યારે તિર્થભૂમિ પાલીતાણા ખાતે લોકદરબારમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભાઈ-બહેનોને જણાવ્યું હતું કે, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને ખૂબ અન્યાય કરી રહી છે. થપ્પડ વાળી જાહેરાતો કરતા હતા તેનું શું થયું? ગુજરાતના નામે રાજનિતી કરી સત્તા મેળવનાર ભાજપ સત્તામાં આવ્યા બાદ ગુજરાતને સતત અન્યાય કરી રહી છે. મોંઘવારીનો મારથી સામાન્ય અને મધ્યમ વર્ગની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો