દાહોદ-મહીસાગર જિલ્લા ખાતે ‘લોક દરબાર’ : 06-06-2016
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે દાહોદ અને મહીસાગર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં રચીપચી છે. મંત્રીઓ અને તેમના મળતીયાઓ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે જ્યારે બીજી બાજુ પ્રજા ત્રસ્ત છે. જે રીતે ગુજરાતની ભાજપ સરકાર ૨૦ વર્ષથી શાસન કરે છે અને કેન્દ્રની ૨ વર્ષથી ભાજપ સરકારનું જે રીતે શાસન ચાલે છે તેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરો નથી, શાળાઓમાં શિક્ષકો નથી, દવાખાનાઓમાં દવાઓ નથી અને તમછતાં વાતો કરે છે વાયબ્રન્ટ-ગતિશીલ ગુજરાતની.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો