સર્વિસ ટેક્ષના થઈ રહેલ વધારાથી દેશના નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં વધું પીડાશે. : 31-05-2016

ગુજરાતના દોઢ દાયકાના ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારરૂપી મોદી મોડેલને દેશમાં લાગુ કરવા જતા સમગ્ર દેશની જનતા મોંઘવારીની કારમી પીડા ભોગવી રહી છે. શાકભાજી, અનાજ, કઠોળ, તેલ અને ઘર વપરાશની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે, પ્રજા જ્યારે અસહ્ય મોંઘવારીની હાલાકી ભોગવી રહી છે.  “અચ્છે દિન” ના વાયદા કરી પ્રજાની લાગણી ઉભી કરી ખોબલે ખોબલે મત મેળવનાર મોદી સરકાર ફરી દેશના નાગરિકો પર સર્વિસ ટેક્ષમાં વધારો કરીને મોંઘવારીના મારમાં ઉમેરો કરી રહ્યાંનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓના “અચ્છે દિન” શરૂ થઈ ગયા છે. અને આ મળતિયા ઉદ્યોગપતિઓ કુદરતી સંશાધનો, સરકારી તિજોરીના લાભોથી અટકવાને બદલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં કૃત્રિમ તેજી ઉભી કરીને લુંટફાટ ચલાવી રહ્યા છે. ચુંટણી સમયે ખાનગી પ્લેનો, ધન સંગ્રહ યોજનામાં કરોડો રૂપિયાનું ફંડ પછી ૧૭ મહિનાના ભાજપ શાસકો ઋણ અદાના ભાગરૂપે ઉદ્યોગપતિઓને લુંટફાટનો પરવાનો આપી રહ્યા છે. શું ગુજરાતના નાગરિકોને તુવેરદાળ-કઠોળ વ્યાજબી ભાવથી ખાવાનો અધિકાર નથી ? શું ભાજપે સત્તા મેળવવા માટે મોંઘવારીના નામે કરેલી કાગારોળ- વાયદા કર્યા હતા તે તમામ શું જુમલા હતા ? ભાજપના શાસકોના પેટનું પાણી હાલતું નથી અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note