ગુજરાતમાં કોંગ્રેસે જાહેર કર્યો આગામી Lokdarbar નો કાર્યક્રમ

રાજ્યની ભાજપ સરકાર અને વહીવટી તંત્ર નાગરિકોની સતત અવગણના કરે છે હક્ક અને અધિકાર છીનવી રહી છે ત્યારે પ્રજાકીય પ્રશ્નોને સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત Lokdarbar અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી, સિંચાઈના પાણી અને ટેકાના ભાવો માટે ખેડૂતો પરેશાન, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કથળી ગયેલ આરોગ્ય સેવા, મહિલા સુરક્ષા, દલિત, આદિવાસી, લઘુમતિ પર અત્યાચાર સહિતના મુદ્દાઓમાં ભાજપ સરકારની મોટા પાયે નિષ્ફળતાઓ-બેજવાબદારપણાની સામે નાગરિકોની સમસ્યા, પરેશાની સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં લોકદરબારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનશ્રીઓની ઉપસ્થિતીમાં આયોજન કરવામાં આવેલ છે.

http://www.vishvagujarat.com/congress-declares-upcoming-lokdarbar-programme/