કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નહેરૂની 52મી પુણ્યતિથીએ શ્રદ્ધાંજલી
કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની 52મી પુણ્યતિથીએ પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં બાદ કોંગ્રેસી કાર્યકરોએ લોકશાહી મૂલ્યોનું જતન સહિત ગુજરાતમાં સંપ્રભુતા પ્રસ્થાપિત કરવા નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેવાનાં શપથ લીધા હતાં.
દેશની આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધી સાથે ખભે ખભો મેળવી અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવનાર અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની આજે શુક્રવારે 52મી પુણ્યતિથી હોઇ કોંગ્રેસ દ્વારા તેમને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
http://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-MAT-latest-bharuch-news-034003-263385-NOR.html