જાહેર સભા સુરત ખાતે
સુરતમાં ભેસ્તાનથી લઈને ઉતરાણ સુધી રેલવે ટ્રેકની બાજુએ સ્લમ વિસ્તારમાં રહેતા 8000 થી વધારે પરીવારોને યોગ્ય પુનર્વસન વ્યવસ્થા વગર હટાવવાના સરકારી નિર્ણય વિરુદ્ધમાં સુરત કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાત હાઇકોર્ટ સુધી લડાઈ લડી અને માનનીય હાઇકોર્ટે આ સ્લમમાં રહેતાં ગરીબો તરફી ચુકાદો આપ્યો કે સરકાર પહેલાં તો આ ગરીબો માટે યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરે અને પછી જ તેઓને હટાવે. ગરીબો માટેની આ લડતને ઉગ્ર પણે લડનારા શ્રી રીઝવાન ઉસ્માનીને સન્માનિત કરવાનાં કાર્યક્રમમાં પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય અર્જુન મોઢવાડીયાજી અને માનનીય સજ્જન કુમાર સાથે ઉપસ્થિત રહેવાનું થયું. હાજર રહેલાં તમામ નાગરિકોનાં આભાર સાથે શ્રી રિઝવાન ઉસ્માનીને આ ગરીબોની લડાઈ લડવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ..