પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે યોજાયેલ લોક દરબાર : 27-05-2016
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે યોજાયેલ લોક દરબાર તા. ૨૭મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર આંધળી-બહેરી અને મૂંગી છે. પાટણ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની તંગી હોય અને સરકારને ઉત્સવો અને તાયફાઓ સૂઝે છે. ખેડૂતો વ્યાપક હેરાનગતિ ભોગવે છે. સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે, મોંઘવારીએ માજા મુકી છે, રાજ્યમાં બેફામ દારૂનો વેપાર ચાલે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો