“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન : 21-05-2016

  • “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી શંકરસિંહજી વાઘેલા
  • કોંગ્રેસ પક્ષ દ્વારા સતત અગિયારમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.
  • કોંગ્રેસ પક્ષની વેબસાઈટ gujaratcongress.in અને www.careerpath.info પરથી આ પુસ્તક વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાશે.

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે,  ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે, હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત અગિયારમાં વર્ષે કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે. કોંગ્રેસ પક્ષના આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રકાશીત અહેવાલમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વાર દેશના દરેક બાળક માટે શિક્ષણનો મૂળભૂત અધિકાર “રાઈટ ટુ એજ્યુકેશન” ઐતિહાસિક કાયદો બનાવવામાં આવ્યો છે. બીજી બાજુ, ગુજરાત સરકાર “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદાના અમલ માટે દિશાવિહીન છે. રાજ્યમાં શિક્ષણનું મોટાપાયે વ્યાપારીકરણ થઈ રહ્યું છે. સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તૂટતૂ જાય છે અને ખાનગી સંસ્થાઓમાં ફી ના ધોરણો વ્યાપકપણે ઉંચુ થતુ જાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note