કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે બનાસકાંઠા ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લોક દરબાર તા. ૧૬મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથાતથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની તંગી હોય અને સરકારને ઉત્સવો અને તાયફાઓ સૂઝે છે. ખેડૂતો વ્યાપક હેરાનગતિ ભોગવે છે. સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. ગુજરાતમાં બે-ત્રણ વખત જુદી જુદી રીતે છેતરીને પ્રજાના મત મેળવનાર ભાજપ સરકારને ઓળખવાનો સમય પાકી ગયો છે. ભાજપ સરકારે દેશના નાગરિકોને છેતરવાનું કામ કર્યું છે. ગુજરાતમાં પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે. સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો કરવાને બદલે અવગણના-અવલેહના કરી રહી છે. કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નોને સાંભળીને જે તે વિભાગને જગાડવા માટેનું માધ્યમ બનશે. સરકારની વાહ વાહીમાં વહીવટી તંત્ર વ્યસ્ત છે, રાજ્યના ભાઈ-બહેનો પીવાના પાણી અને સિંચાઈના પાણીથી ત્રસ્ત છે

ખેડા જિલ્લાના કપડવંજ ખાતેના લોકદરબારમાં ૨૫૦૦ થી વધુ ફરિયાદો અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લોકદરબારમાં ૪૦૦૦ થી વધુ ફરિયાદો સાથે મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સમક્ષ તેમની વ્યથા-આપવીતી અને સરકાર તરફથી થતો હળહળતો અન્યાય – સ્થાનિક બોલીમાં રજૂ કર્યો હતો.