‘લોક દરબાર’ બનાસકાંઠા : 16-05-2016
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લોક દરબાર તા. ૧૬મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની તંગી હોય અને સરકારને ઉત્સવો અને તાયફાઓ સૂઝે છે. ખેડૂતો વ્યાપક હેરાનગતિ ભોગવે છે. સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે, મોંઘવારીએ માજા મુકી છે, રાજ્યમાં બેફામ દારૂનો વેપાર ચાલે છે એટલું જ નહીં ગુજરાત પંજાબના માર્ગે નશાનું કેન્દ્ર બની રહ્યું છે જેનો ભોગ ગુજરાતના યુવાનો બની રહ્યાં છે, ત્યારે વચનો આપીને છેતરપીંડી કરનાર ભાજપ સરકારને સબક શીખડાવવાનો સમય પાકી ગયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો