સ્વ. પ્રવિણભાઈ રાષ્ટ્રપાલની અંતિમ યાત્રા : 13-05-2016

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલના ૭૭ વર્ષની ઉમરે દિલ્હી ખાતે થયેલ નિધન બાદ નશ્વર દેહને અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર રાજ્યમાંથી કાર્યકરો-આગેવાનો અને પરિવારજનોએ પુષ્પાંજલી કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ “રાજીવ ગાંધી ભવન” ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બપોરે – ૧૨-૩૦ કલાકે લાવવામાં આવ્યો હતો જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી મધુસૂદન મિસ્ત્રી, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ નાણામંત્રીશ્રી બાબુભાઈ મેઘજી શાહ, અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગના સભ્યશ્રી રાજુભાઈ પરમાર, શ્રી કમલાબેન ગુર્જર સહિતના આગેવાનોએ પુષ્પાંજલી-આદરાંજલી અર્પણ કરીને સ્વ. પ્રવિણભાઈ રાષ્ટ્રપાલની સામાજિક, રાજકીય સેવાઓને બિરદાવી હતી. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી, રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ગુરૂદાસ કામતજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા વતી સ્વ.  પ્રવિણભાઈ રાષ્ટ્રપાલના નશ્વર દેહને “રાજીવ ગાંધી ભવન” ખાતે કોંગ્રેસ પક્ષનો ધ્વજ, ફ્લાવર રીંગ અર્પણ કરીને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો શ્રધ્ધાસુમન અર્પણ કરવા ઉમટી પડ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note