ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન : 10-05-2016

ગાંધીનગર મહાનગરપાલિકાની આજરોજ મીટીંગ મળી હતી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ કાઉન્સીલર શ્રી પ્રવિણ પટેલે પ્રજાદ્રોહ-પક્ષદ્રોહ કર્યો છે. જેના વિરોધમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું હતું. ત્યારે વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા મહિલાઓ જોડે અભદ્ર વર્તન કર્યું હતું ત્યારે તે સમયે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ સંદર્ભે મહિલાઓ જ્યારે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા ગઈ હતી ત્યારે ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસની મીલીભગતને કારણે મહિલાઓની ફરિયાદ લીધી ન હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note