કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા લોક દરબાર : 09-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ખેડા જિલ્લાનો લોક દરબાર તા. ૯મી મે, ૨૦૧૬ ના રોજ ઉત્કંઠેશ્વર મહાદેવ, કપડવંજ ખાતે ધોમધખતાં તાપમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે, કપડવંજ ખેડા સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની તંગી હોય અને સરકારને ઉત્સવો અને તાયફાઓ સૂઝે છે. ખેડા-આણંદ સહિતના વિસ્તારોમાં સૌથી મોટી સહકારી શ્વેત ક્રાંતિનું મથક અમૂલ ડેરી છે જેને તોડી નાંખવા માટે ભાજપ સરકારે કમરકસી છે દૂધ ઉત્પાદકો – પશુ પાલકોને અન્યાય કરવામાં આવે છે. ખેડૂતો વ્યાપક હેરાનગતિ ભોગવે છે. સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. ચૂંટણી ટાણે ૧૫-૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં જમા થશે તેવી જાહેરાતો કરીને મત મેળવી લીધા આજે દેશના ભાઈ-બહેનોએ પોતાના ખાતામાં ૧૫-૧૫ લાખ જમા થાય તેની રાહ જુએ છે. ભાજપ સરકારે દેશના નાગરિકોને છેતરવાનું કામ કર્યું છે. ગુજરાતમાં શિક્ષણ અતિ મોંઘુ છે, આરોગ્ય સેવા પડી ભાંગી છે, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે, મોંઘવારીએ માજા મુકી છે, ત્યારે વચનો આપીને છેતરપીંડી કરનાર ભાજપ સરકારને સબક શીખડાવવાનો સમય પાકી ગયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note