રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર : 07-05-2016
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન શ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી અશ્વિની શેખરી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભાના દંડકશ્રી બલવંતસિંહ રાજપૂત અને ધારાસભ્યો સહિતનું પ્રતિનિધી મંડળ મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને આજ રોજ બપોરે ૧-૩૦ કલાકે મુલાકાત કરીને જી.એસ.પી.સી. – કેજી બેસિનના ૨૦,૦૦૦ કરોડના ભ્રષ્ટાચાર અંગે ‘કેગ’ દ્વારા જે ઉલ્લેખ થયો છે તેની સંપૂર્ણ તપાસ થાય તે માટે રજૂઆત કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો