“ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા “ “રાજીવ ગાંધી ભવન ખાતે મીટીંગ : 30-04-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા “ “રાજીવ ગાંધી ભવન ખાતે મીટીંગનું આયોજન કરેલ હતું. જેમાં હાલમાં ગુજરાતની તમામ અદાલતોમાં ન્યાયાધિશો, સરકારી વકીલશ્રીઓ, સરકારી કર્મચારીઓ અને સ્ટેનોની ખાલી જગ્યાઓ, તેમજ બિલ્ડીંગ તથા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે અસંખ્ય કેસો પેન્ડીંગ છે અને નવા કેસોનો ભરાવો થાય છે. જેનાથી સામાન્ય નાગિરકને સમયસર ન્યાય મળતો નથી. તેને વાચા આપવા, તેમજ સરકાર દ્વારા નવા કાયદા જેવા કે જમીન સંપાદનનો કાયદો, રીયલ એસ્ટેટનો કાયદો અને એજ્યુકેશનનો કાયદો, તેમજ જુના કાયદામાં થયેલ સુધારાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને તેમના હક્ક અને અધિકાર ઉપર વિપરીત અસર થાય છે. આ તમામ મુદ્દાઓની મીટીંગમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સામાન્ય નાગરિકને આર.ટી.આઈ. નીચે સરકારના તમામ વિભાગોમાંથી માહિતી મળતી નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો