સુરત ખાતે આયોજિત પાણી યાત્રા સમાપન સભા

દક્ષિણ ગુજરાતમાં પાણીયાત્રાના સમાપન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે. ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા વિસ્તારોમાં પણ હજુ સુધી પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આજે પણ અનેક તાલુકાઓમાં ટેન્કર દ્વારા નાગરિકો પોતાના પૈસા ખર્ચીને પાણી વ્યવસ્થા કરી રહ્યાં છે. સરકાર કુંભકર્ણની નિંદ્રામાં ઉંઘી ગઈ છે. પાણી પુરવઠા કચેરી દ્વારા આયોજનનો અભાવ છે.