વડોદરા ખાતે આયોજિત પાણી યાત્રા સમાપન સભા

મધ્ય ગુજરાતમાં પાણીયાત્રાના સમાપન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દુષ્કાળની પરિસ્થિતિમાં પણ ગંભીરતા દાખવતી નથી. કાર્યક્રમો અને ઉત્સવોમાં વ્યસ્ત વહીવટી તંત્રને સામાન્ય નાગરિકો પાણી વિના ટળવળે છે તેની ચિંતા નથી. અનેક વિસ્તારોમાં પાણીયાત્રા દરમ્યાન કોંગ્રેસ પક્ષના આગેવાનો સમક્ષ સ્થાનિકોએ પોતાની સમસ્યાઓ અને વહીવટીતંત્ર દ્વારા થતી ઉપેક્ષાની રજૂઆતો કરી હતી.