પાણી યાત્રાનું સમાપન : 27-04-2016
રાજ્યમાં ૮ હજાર ગામોમાં પીવાના પાણીની વ્યાપક તંગી છતાં ભાજપ સરકાર ઉંઘી રહી છે. રોજ નતનવા તાયફા કરે છે પણ, હજારો પરિવારો પાણીની પારાવાર મુશ્કેલી અનુભવે છે ત્યારે ભાજપ સરકાર મીટીંગોમાંથી બહાર આવી વાસ્તવિક રીતે પાણીની ગંભીર કટોકટીવાળા વિસ્તારમાં વહીવટી તંત્રને કામે લગાડે તે જરૂરી છે. રાજ્યના નાગરિકોને પીવાના પાણી અને પશુઓના ઘાસચારા માટે યોગ્ય આયોજન થાય, શ્રમિકોને રોજીરોટી મળે તે દિશામાં જાગૃતતા લાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ માટે પાણી યાત્રા વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે.
તા. ૨૬મી એપ્રિલથી રાજ્યમાં પાણી સમસ્યા વેઠી રહેલા વિસ્તારોમાં શરૂ થયેલી આ જુદા જુદા જિલ્લાની યાત્રાનું તા. ૨૮મી એપ્રિલના રોજ વિભાગીય સમાપનના ભાગરૂપે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓની પાણી યાત્રા ત્રિકોણ બાગ, રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહી સભાને સંબોધશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો